હિસાબી શાખા
-
નગરપાલિકાના એકાઉન્ટ વિભાગ (હિસાબી શાખા) નું મુખ્ય કાર્ય
નગરપાલિકાના નાણાકીય વ્યવહારોનું સંચાલન કરવાનું અને પારદર્શિતા જાળવવાનું હોય છે.
-
૧. બજેટ (અંદાજપત્ર) તૈયાર કરવું
દર વર્ષે નગરપાલિકાની અપેક્ષિત આવક અને ખર્ચનું વાર્ષિક બજેટ તૈયાર કરવું.
વિવિધ વિભાગો પાસેથી ખર્ચના અંદાજો મેળવી મુખ્ય બજેટમાં સામેલ કરવું.
-
૨. આવક અને ખર્ચનો હિસાબ રાખવો
પ્રોપર્ટી ટેક્સ, પાણી વેરો, ગ્રાન્ટ અને અન્ય ફીની નોંધ રાખવી.
પગાર, મેન્ટેનન્સ અને વિકાસ કાર્યોના બિલોની ચકાસણી કરી ચુકવણી કરવી.
-
૩. બિલોની ચકાસણી અને ચુકવણી (Payments)
કોન્ટ્રાક્ટરોના બિલોની ટેકનિકલ મંજૂરી બાદ નાણાકીય ચકાસણી કરી પેમેન્ટ કરવું.
કર્મચારીઓના પગાર, ભથ્થાં અને પેન્શનની ગણતરી તથા ચુકવણી કરવી.
-
૪. ગ્રાન્ટનું સંચાલન
૧૫મું નાણાપંચ, અમૃત યોજના, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વગેરે ગ્રાન્ટનો હિસાબ રાખવો.
-
૫. ઓડિટ (હિસાબી તપાસ)
ઇન્ટરનલ ઓડિટ અને લોકલ ફંડ ઓડિટ કરાવવી.
Audit Queries નો સંબંધિત શાખાઓ પાસેથી જવાબ મેળવી નિકાલ કરવો.
-
૬. રોકડ અને બેંક ખાતાનું સંચાલન
રોકડ મેળ (Cash Book) રોજબરોજ લખવી.
Bank Reconciliation કરી હિસાબોનું મેળવણું કરવું.
-
૭. ટેક્સ રિપોર્ટિંગ અને પાલન
GST અને Income Tax (TDS) કપાત કરી સમયસર સરકારમાં જમા કરાવી રિટર્ન ફાઇલ કરવું.
Professional Tax અને અન્ય કાયદાકીય ટેક્સની વસૂલાતની ચકાસણી કરવી.
-
૮. ડબલ એન્ટ્રી એકાઉન્ટિંગ સિસ્ટમ
NMAM (National Municipal Accounts Manual) મુજબ કોમ્પ્યુટરાઈઝ્ડ ડબલ એન્ટ્રી સિસ્ટમથી હિસાબો રાખવા.
*
નગરપાલિકા વાર્ષિક બજેટ 2026-27 (PDF)
હિસાબી શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
| ક્રમ |
કર્મચારીશ્રીનું નામ |
હોદ્દો |
સંપર્ક નંબર |
| 1 |
શ્રી સંજયભાઈ પી. ગોહેલ |
કોમન કેડર એકાઉન્ટન્ટ નાણાં વિભાગ |
8141421295
|